હારીજ બ્રહ્મ સમાજનો 11 મો સ્નેહમિલન તેમજ તેજસ્વી તારલાઓનોસન્માન સમારોહની સમાજની વાડી ખાતે આયોજન મિટિંગ યોજાઈ
હારીજ બ્રહ્મ સમાજ નો તારીખ 17 /11/ 2024 ના રોજ સમાજ નો સ્નેહ મિલન તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ યોજાનાર છે આજરોજ શહેર ની વાડીમાં દરેક ભૂદેવ ની આયોજન મીટીંગ યોજાઈ જેમાં ધોરણ 10 મા 70% ગુણ ધોરણ 12 માં સાયન્સમાં 60 અને ધોરણ 12 માં આર્ટસ તેમજ કોમર્સ મા 70 ટકા લાવનાર તેજસ્વી તારલાઓનું સન્માનિત કરીને પ્રોત્સાહિત કરવા તેમજ સમાજના સરકારી ક્ષેત્રમાં નવીન નિમણૂક પામેલ ઉચ્ચ હોદ્દા ઉપર નિમણૂક થયેલ ભાઈઓ બહેનોનું સન્માનિત કરવા આયોજન કરવામાં આવ્યું જેમાં શહેરના દરેક ભૂદેવો હાજરી આપેલ અને આ કાર્યક્રમને સૌ ભૂદેવઓ એક સંપ થઈને કાર્યક્રમને સફળ બનાવવા નો સંકલ્પ કરવામાં આવ્યો