હારીજ ભારત વિકાસ પરિષદ દ્વારા આજરોજ 2002 મુ ચક્ષુદાન થયું
આજ તારીખ 21/10 2024 ને સોમવારના રોજ મંજુલાબેન હીરાલાલ ભવનભાઈ (કોટક)ઠક્કર નું દેહાવસાન થયું તેમના સુપુત્ર શૈલેષભાઈ તથા પુત્રવધુ દીપાબેને ચક્ષુદાન કરાવવાનો પ્રેરણાદાઈ નિર્ણય લીધો અને ધારપુર સિવિલ હોસ્પિટલમાં અમૂલ્ય આંખોનું દાન કરી બે જણને દેખતા કરવાનો નિર્ણય લીધો તે બદલ તેમના પરિવારનો ભારત વિકાસ પરિષદ હારીજ હૃદય પૂર્વક આભાર માને છે. આંખ વિભાગના ડોક્ટર સાવન સાહેબે ચક્ષુદાન લેવા માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી ડોક્ટર સ્ટીફન સંગમાં મોકલ્યાતે બદલ આંખ વિભાગના વડા સોનલબેન તથા ડોક્ટર સાવન સાહેબનો ભારત વિકાસ પરિષદ હારીજ આભાર માને છે. આ ચક્ષુદાન લેવા રાજુભાઈ (રાજેશ મશીનરી વાળા) ડોક્ટરની સાથે રહ્યા અને ચક્ષુદાન ની વિધિ પૂર્ણ કરાવીતે બદલ તેમનો આભાર.ચક્ષુદાન માટે સંપર્ક કરો અને બે વ્યક્તિને દેખતા કરવાનું પુણ્ય મેળવો સંપર્ક( 24કલાક )9825007567 સતીષ ભાઈ ઠક્કર તથારાજુભાઈ મશીનરી વાળા મોબાઈલ નંબર 9638071808 હિતેશકુમાર વિનુભાઈ ઠક્કર જય જલારામ સેવા સમિતિ હારીજ મોબાઈલ નંબર9879123774 નંબર ભારત વિકાસ પરિષદ હારીજ વતી સતીશચંદ્ર પ્રભુ રામ ઠક્કર