Uncategorized
Trending

ગુજરાત રેડ ક્રોસ અને માહિતી ખાતા ના સંયુક્ત ઉપક્રમે યોજાયું મીડિયા હેલ્થ ચેકઅપ 23 વ્યક્તિઓએ કરાવી સઘન આરોગ્ય તપાસ

ગુજરાત સરકાર અને રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે મીડિયા કર્મીઓ માટે વિના મૂલ્ય હેલ્થ ચેકઅપ કાર્યક્રમનું આયોજન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તપસ્વી અરવિંદભાઈ પટેલ રેડ ક્રોસ ભવન પદ્મનાથ ચાર રસ્તા પાટણ ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં પત્રકારો અને જિલ્લા માહિતી ખાતાના સ્ટાફ દ્વારા સઘન આરોગ્ય તપાસ કરાવી હતી. પાટણ ખાતે પ્રધાનમંત્રી શ્રીની 'ફીટ ઈન્ડીયા, ફીટ મીડિયા'ની ભાવના અંતર્ગત પત્રકારોની સઘન આરોગ્ય તપાસ વિવિધ પ્રકારના જરૂરી બ્લડ ટેસ્ટ,એકસરે અને ઈ .સી.જી.ને આવરી લઈને કરવામાં આવી હતી. વહેલી સવારથી બપોર સુધી ચાલેલુ આ મીડિયા હેલ્થ ચેકઅપ સહયોગી સંસ્થા ગુજરાત રેડક્રોસની પાટણ વિસ્તારમાં આવેલી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તપસ્વી અરવિંદભાઈ પટેલ રેડ ક્રોસ ભવન પદ્મનાથ ચાર રસ્તા ખાતે હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તાલીમબદ્ધ ટીમે સેવાઓ આપી હતી. પાટણ ખાતે ગુજરાત રેડ ક્રોસ અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે યોજવામાં આવેલા હેલ્થ સ્ક્રનીંગ કાર્યક્રમ હેઠળ કંપ્લિટ બ્લડ કાઉન્ટ (લોહી ની ટકાવારી) અને બ્લડ ગ્રુપ, લીવર ફંકશન - sgpt બિલીરૂબિન, અલ્કલાઈન ફોસ્ફેટ ,sgot ( લીવર), કોલેસ્ટ્રોલ અને લિપિડ પ્રોફાઈલ સહિતના ટેસ્ટસ, કિડની ફંક્શન ટેસ્ટ, સાંધા અને હાડકા માટે યુરિક એસિડ અને કેલ્સિયમ, હોર્મોનલ ટેસ્ટ – થાયરોઈડ, વિટામિન બી ૧૨/ડી, ડાયાબીટીક માર્કર hba1c fbs અને ૫૦ થી વધુ ઉંમર માટે પ્રોસ્ટેટ અને ૩૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના પુરુષો/ બહેનો માટેના ટેસ્ટ સહિતની સેવાઓ આપવામાં આવી હતી. આ કેમ્પમાં પાટણના ૨૩ પત્રકારમિત્રો સાથે માહિતી ખાતાના સ્ટાફે ભાગ લઇ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. આ અવસરે રેડક્રોસના ચેરમેન ડો. અરવિંદ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ સમગ્ર ગુજરાતમાં રાખવામાં આવેલ છે તેના ભાગરૂપે ઇન્ડિયન રેડ કોર્સ સોસાયટી પાટણ દ્વારા પણ પાટણ જિલ્લાના અને આસપાસના પત્રકાર મિત્રો માટે આ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્લડ ટેસ્ટ, ECG ટેસ્ટ, Xray ટેસ્ટ રાજ્ય સરકારના સહયોગથી કરવામાં આવેલ છે. ઉપરાંત રેડ ક્રોસ સોસાયટી વિવિધ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે જેમાં એમ્યુલન્સ, બ્લડ બેંક જેનો ગરીબ દર્દીઓને રાહતદરે સેવા આપવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button
error: Content is protected !!