Uncategorized
Trending
પાટણ માહિતી કચેરી ના ડેપ્યુટી ડાયરેક્ટર અમિત ગઢવીને સુરત ખાતે જોઈન્ટ ડાયરેક્ટર તરીકે પ્રમોશન અપાયું
જિલ્લા માહિતી કચેરી પાટણ ખાતે આઠ મહિનાની સેવા બાદ સુરત ખાતે પ્રમોશન મળતા સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી* પાટણ જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવીને સુરત ખાતે જોઇન્ટ ડાયરેક્ટર તરીકે પ્રમોશન મળતા પાટણ માહિતી કચેરીના સ્ટાફ દ્વારા ભાવસભર વિદાય આપવામાં આવી હતી. શ્રી અમિત ગઢવીને માહિતી પરિવાર દ્વારા શ્રીફળ-સાકર અર્પણ કરી શાલ ઓઢાડી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. શ્રી અમિત ગઢવીને રાજ્ય સરકાર દ્વારા સુરત ખાતે જોઇન્ટ ડાયરેક્ટર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. શ્રી ગઢવી 2019 માં માહિતી ખાતામાં નાયબ માહિતી નિયામક તરીકે જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી અમિત ગઢવી અગાઉ પણ વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૨ સુધી પાટણ જિલ્લામાં નાયબ માહિતી નિયામક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ઉપરાંત , તેઓએ સોશિયલ મીડીયા શાખા - ગાંધીનગર તેમજ બનાસકાંઠા જિલ્લામાં પણ નાયબ માહિતી નિયામક તરીકે સેવાઓ આપી છે. શ્રી અમિત ગઢવીને રાજ્ય સરકાર દ્વારા સુરત ખાતે જોઇન્ટ ડાયરેક્ટર તરીકે પ્રમોશન મળતા માહિતી પરિવાર દ્વારા તેઓને શુભેરછાઓ સાથે ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં હતી. આ સાથે જ સ્ટાફના સૌ કર્મયોગીઓ એ નાયબ માહિતી નિયામક શ્રી અમિત ગઢવીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પાટણ માહિતી કચેરીના સૌ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.