હારીજ ખાતે નિરાધાર વૃદ્ધ માવતરોની દિવાળીના પાવન તહેવાર નિમિત્તે મીઠાઈ સાથે રાશનકીટ વિતરણ કરાઈ
હારીજ ખાતે નિરાધાર. વૃદ્ધ માવતરોને દિવાળીના પાવન તહેવાર નિમિત્તે મીઠાઈ સાથે રાશનકીટ વિતરણ કરાઇ. પાટણ જિલ્લા માં રહેતા અશકત, વૃદ્ધ અને નિરાધાર કે જે કામ કરી શકે તેમ નથી આવા વૃદ્ધ પરિવારોની અન્ન સલામતી જળવાઈ રહે અને બે ટાઇમનું ભોજન મળી રહે તેવા હેતુથી માવજત કાર્યક્રમ અંતર્ગત માવતરોને એક માસ ચાલે તેટલા રાશનકીટનું વિતરણ વિચરતા સમુદાય સમર્થન મંચ ના સ્થાપક માનનીય મિતલબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ હારીજ ખાતે વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થાના કાર્યકર મોહનભાઇ દ્વારા કરવામાં આવ્યુ હતુ. પાટણ જિલ્લા માં દર મહિને આવા 100 જેટલા વૃદ્ધ માવતરોને ને રાશનકીટ આપવામા આવે છે . આવા વુધ્ધ નિરાધાર અશક્ત માવતર જેના દીકરા કે દીકરી કે ના હોય તેવા માવતરો માટે અમારો સંપર્ક મોહનભાઈ બજાણીયા હારીજ