ગુજરાતપાટણ
Trending
આત્મા યોજના દ્વારા પાટણ જિલ્લાની 9 તાલુકાની મહિલાઓ નો જિલ્લા બહાર પ્રેરણા પ્રવાસ વિજાપુર ખાતે યોજાયો
આત્મા યોજના દ્વારા પાટણ જિલ્લાની નવ તાલુકાની મહિલા ઓનો જિલ્લા બહાર પ્રેરણા પ્રવાસ વિજાપુર ખાતે યોજાયો હતો. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત જિલ્લા બહાર પ્રેરણા પ્રવાસ વિજાપુર જમીન પ્રયોગશાળા તેમજ ઘઉ સંશોધન કેન્દ્ર લાડોલની મુલાકાત લીધી હતી. ઉપરાંત પ્રેરણા પ્રવાસમાં પ્રાકુતિક ખેતીના પાંચ આયામો જીવામૃત, બિજામૃત, ઘનાજીવામૃત, આછાદાન ઉપરાંત મિશ્રપાક બીયારણની પસંદગી, અંતર વાવણી ઉપરાંત જીવામૃત, બીજામૃત બનાવવાની પદ્ધતિ તેમજ માનવજીવન પર રસાયણિક ખેતીની થતી અસર વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. ઉપરાંત બાગાયત વિભાગની યોજના અને મૂલ્યવર્ધન વિષે માહિતી આપી હતી. પ્રેરણા પ્રવાસ દરમિયાન ખેડૂત બહેનો તરફથી આવતા પ્રશ્નનોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા બહારનો પ્રેરણા પ્રવાસ પુર્ણ કરવામાં આવ્યો હતો.