Uncategorizedગુજરાતપાટણ
ચાણસ્મા મામલતદાર ની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો
મામલતદાર ભગવતી બેન ચાવડા ની અંજાર ખાતે બદલી થઇ... પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા નવા વર્ષની શુભેચ્છા પાઠવી ચાણસ્મા ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી મામલતદાર કચેરી માં ફરજ બજાવતા મામલતદાર ભગવતી બેન ચાવડા ની તાજેતરમાં જ ચાણસ્મા થી અંજાર બદલી થતાં તેઓનો વિદાય સમારંભ મામલતદાર કચેરી ખાતે મિટિંગ હોલમાં યોજાયો હતો જેમાં કચેરી નો સ્ટાફ સહિત પત્રકાર મિત્રો હાજર રહી વિવિધ મોમેન્ટો આપીને ભાવસભર વિદાય આપી હતી ચાણસ્મા ખાતે આવેલ મામલતદાર કચેરી માં છેલ્લા બે વર્ષથી મામલતદાર તરીકે ફરજ બજાવતા ઉત્સાહી મામલતદાર ભગવતી બેન ચાવડા ની તાજેતરમાં જ અંજાર ખાતે બદલી થતાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં હાજર તાલુકા વિસ્તરણ અધિકારી અંબાલાલ ચૌધરીએ જણાવ્યું હતું કે ચાણસ્મા મામલતદાર ભગવતી બેન ચાવડા નો સ્વભાવ એકદમ સરળ હોવાથી તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી સંકલનમાં રહીને વધુ કામગીરી કરતી હતી ત્યારે આજના દિવસે તેમની બદલી થતાં તેઓ ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી નાયબ મામલતદાર મહેશભાઈ લુહારીયા એ જણાવ્યું હતું કે તાજેતરમાં વધું પડેલા વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા તેમજ અન્ય પ્રોગ્રામ માં બેન શ્રી ના માર્ગદર્શન હેઠળ કામ કરવાની ખુબ જ મજા આવતી હતી ત્યારે બદલી લઇ રહેલા મામલતદાર ભગવતી બેન ચાવડા એ જણાવ્યું હતું કે ચાણસ્મા કચેરી ખાતે મે છેલ્લા બે વર્ષથી ફરજ બજાવી છે ત્યારે ફરજના ભાગરૂપે આજે અંજાર ખાતે બદલી થતાં મારા સૌ સાથી કર્મચારીઓ દ્વારા મને વિદાય આપવામાં આવી છે ત્યારે મને ત્યાં પણ આવો જ સ્ટાફ મળે તેવી આશા વ્યક્ત કરી હતી સાથે સાથે ચાણસ્મા મામલતદાર કચેરી નો સ્ટાફ પણ સુંદર કામગીરી કરી રહ્યો છે જે બિરદાવવા લાયક છે આ પ્રસંગે ચાણસ્મા મામલતદાર ભગવતી બેન ચાવડા નાયબ મામલતદાર મહેશભાઈ લુહારીયા વિસ્તરણ અધિકારી અંબાલાલ ચૌધરી સહિત મામલતદાર કચેરી નો સ્ટાફ તેમજ પત્રકારો હાજર રહી વિવિધ મોમેન્ટ અને શ્રી ફળ તથા સાકર આપીને ભાવસભર વિદાય આપી હતી સાથે સાથે હિન્દુ ધર્મ ના નવા વર્ષની પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા મામલતદારને શુભકામનાઓ પાઠવી હતી અહેવાલ. કમલેશ પટેલ ,પાટણ