હારીજ શહેરમાં રખડતા નંદી અને ઢોરનો ને લઈ શહેરીજનો પરેશાન
હારીજ શહેરમાં હાઇવે ચોકડી ઉપર રાત્રિના સમય તેમજ દિવસે પણ રખડતા નંદીઓનો ખડકલો જોવા મળે છે તેમજ શહેરના શેરી મોહલ્લાઓ જાહેર માર્ગો ઉપર નંદીઓ રખડતા જોવા મળી રહ્યા છે ત્યારે શહેર નગર વિકાસ કમિટી દ્વારા રખડતા નંદીઓનેપાંજરે પુરવા માટેની કાર્યવાહી કરવા લેખિત પાલિકામાં તેમજ વહીવટદાર મામલતદાર ને ટેલીફોનિક તેમજ રૂબરૂ રજૂઆતો કરવામાં આવે છે પાલિકા દ્વારા પ્રખરતા ઢોરને પાંજરે પૂરવાની કામગીરી કરવામાં આવતી નથી પાલિકા પાસે ઢોર પકડવાનું પાંજરું હોવા છતાં ભંગાર સ્થિતિમાં જેની તે સ્થિતિમાં પડી રહ્યું છે જ્યારે કોઈ લેખિત અરજી કે રખડતા ઢોરનો ના કારણે કોઈ અકસ્માત થવા પામે તો એક બે દિવસ એક બે આખલાઓને પકડીને કામગીરી કરવામાં આવે છે ત્યારે શહેરમાં રખડતા નંદીઓનો આંતક જેને તે સ્થિતિમાં જ જોવા મળે છે જેને લઈ શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા રખડતા નદીઓને પકડવાની કામગીરી નહીં કરીને શહેરીજનો રખડતાં નંદી નોઆંતક ભોગવી રહ્યા છે નગર વિકાસ કમિટી દ્વારા ટેલીફોનિક મામલતદારની ટેલીફોનિક રજૂઆતમાં મામલાદાર દ્વારા જણાવવામાં આવેલ આવેલ કે પાંજરાપોળ દ્વારા રાત્રે આખલાઓ છોડી દેવામાં આવે છે ત્યારે વિકાસ કમિટી દ્વારા હારીજ પાંજરાપોળમાં રૂબરૂ મુલાકાત લેતા આવી વાતોને વાહિયાત વાતો ગણાવીને આવી કોઈ કામગીરી અમારી સંસ્થા દ્વારા કરવામાં આવતી નથી ત્યારે પાંજરાપોળ સંસ્થા તેમજ મામલતદર એકબીજા ઉપરઆક્ષેપ પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે ખોટા આક્ષેપો ન કરવા પાંજરાપોળ સંસ્થા દ્વારા જણાવવામાં આવેલ