હોસ્પિટલ ના મેડિકલ સ્ટોરમાંથી દવા લેવી હવે ફરજિયાત નહીં
ગુજરાતમાં ખ્યાતિ કાંડ નસબંધીકાંડ નકલી ડોક્ટરો સહિત અનેક આરોગ્ય વિભાગ સાથે જોડાયેલી બેદરકારી અને કૌભાંડો સામે આવ્યા બાદ હવે ગુજરાત સરકારની આંખ ઊઘડી છે રાજ્ય સરકારે હોસ્પિટલ અને દવાઓને લઈ મોટો નિર્ણયો લીધો છે રાજ્ય સરકારના નિર્ણય મુજબ હવે ખાનગી હોસ્પિટલમાં પોતાની જે મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવાની ફરજ નહીં પાડી શકે રાજ્યના ફૂટ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કમિશનર ડૉ એચ ડી કોષીયાના નામથી પરિપત્ર જાહેર કરી સૂચના આપવામાં આવી છે રાજ્ય સરકારને આટલા વર્ષો બાદ હવે જતા ધ્યાને આવ્યું છે કે હોસ્પિટલો અને હોસ્પિટલના નજીકના મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવા માટે મજબુર કરે છે કોઈ હોસ્પિટલની દવા ચોક્કસ મેડિકલ સિવાય બીજે ક્યાંય મળતી નથી આવવામાં ગુજરાત સરકારે દર્દીઓને છૂટથી ગમે ત્યાંથી દવા ખરીદી શકે તે માટે નો નિયમ બનાવ્યો છે