હારીજ શહેરના શ્રમ વિસ્તારોમાં પાયાની સુવિધા પીવાનું મીઠું પાણી કે વાપરવાનું પાણી ન આવતું હોવાની રાવ
હારીજ નગર પાલિકા નાં રાવળ વાસ ટેકરા વિસ્તાર માં છેલ્લા 9 મહિના થી નળ થી પાણી આવતું નથી જેની લેખિત રજુવાત મુખ્યમંત્રી સાહેબ કાર્યલયગાંધીનગર મંત્રી શ્રી જગદીશ વિશ્વ કર્માં મીઠા ઉદ્યોગ પાટણ જિલ્લા પ્રભારી કલેક્ટર સાહેબ કચેરી પાટણ મામલતદાર સાહેબ કચેરી હારીજ ચીફઓફિસર સાહેબ હારીજ વારંવાર લેખીત તેમજ મોખિક રજુઆત કરવા છતાં આજ દિન સુધી પાણી પ્રશ્ન નિરાકરણ આવતું નથી. રાવળ વાસ ટેકરા વિસ્તાર માં 200 થી વધારે મકાનો વિચરતી જાતિ ના આવેલા છે. સરકારની નળસે જલ. યોજના ચોપડે દેખાઈ રહી છે અમારા વિસ્તારમાં નળ સે પણ જલ નથી મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા શ્રમ વિસ્તારોમાં 300 રૂપિયા ટેન્કર મંગાવીને પાણી લાવવું પડે છે જેને લઇ શ્રમ વિસ્તારના ગરીબ લોકોને આ પાલિકાના અણધર વહીવટને લઈને ખર્ચ કરવા મજબૂર બનવું પડ્યું છે કેનાલ અને પ્રાઇવેટ ટેન્કર નો સહરો લેવો પડી રહ્યો છે. આ પાણી નાં પ્રશ્ન થી 10 થી 15 ઘર હિજરત (ઘર છોડી ને) અન્ય જગ્યાએ જતા રહ્યા છે. અને આમ ને આમ રહ્યું તો આગળ નાં સમય માં વધુ માં વધુ જઈ શકે છે. આ સમસ્યાનું નીકારણ લાવવા માટેની રહીશોની માંગ ઉઠવા પામી છે