હારીજ નગરપાલિકામાં ચીફ ઓફિસર નો આવા જવાનો કોઈ ટાઈમ નિશ્ચિત નથી ક્યારે આવે છે અને ક્યારે જતા રહેશે કોઈ નક્કી ટાઈમ રહેતો નથી જ્યારે સરકાર દ્વારા સોમ થી શુક્ર 11 થી છ નો ટાઈમ નગરપાલિકામાં ચીફ ઓફિસર ને હાજર રહેવાનો ટાઈમ નક્કી કરેલ છે પરંતુ હારીજ નગરપાલિકામાં ચીફ ઓફિસરની ગંભીર બેદરકારી દેખાઈ રહી છે અરજદાર જ્યારે ફોન કરે છે ત્યારે તેમના ફોન રિસીવ કરવામાં આવતા નથી બ્લેક લિસ્ટ માં નાખી દેવામાં આવે છે વહીવટદાર મામલતદાર શ્રી ને પણ ફોન કરવામાં આવે તો તેઓ પણ બ્લેક લિસ્ટમાં નંબર નાખી દેછે અને ચીફ ઓફિસર ગેરહાજર રહેવાથી રજૂઆત કોને કરવી? અને હારીજની સમસ્યાઓ સરકાર સુધી પહોંચી શકતી નથી હારીજ નગરપાલિકામાં લેન્ડલાઈન સુવિધા પણ નથી એટલે અરજદારને રજૂઆત માટે હવે ક્યાં જવું આ પણ મોટો પ્રશ્ન છે માટે હારીજની સમસ્યાઓ નું સમાધાન થઈ શકતું નથી આવા બેદરકારી વાળા ચીફ ઓફિસરને જો ખોટો પગાર ખાવો જ હોય તો હારીજ માંથી બદલી કરીને બીજે જવું જોઈએ કેમ કે હારીજ નો પહેલા થી વિકાસ રૂંધાણો છે તેમાં પોતાનો ભાગ ચીફ ઓફિસર કેમ ભજવે છે આવા મનસ્વી વર્તન ધરાવતા ચીફ ઓફિસર પર સરકાર કોઈ કાર્યવાહી હાથ ધરશે