સિદ્ધપુર ખાતે આવેલ અન્નપૂર્ણા માતાજીના પૌરાણિક મંદિર વિશે ભાવિ ભક્તોની અનન્ય શ્રદ્ધા
અન્નપૂર્ણા માતાજી, વેદવાડાનો મહાડ, સિદ્ધપુર. સિદ્ધપુર ખાતે વેદવાડાના મહાડમાં પ્રાચીન અન્નપૂર્ણા માતાજીનું મંદિર આવેલ છે. કહેવાય છે કે... વેદવાડાના મહાડમાં જોષી મંગુબેન ચુનીલાલના જુના પુરાણા ઘરમાંથી હાલની મૂર્તિ મળી આવેલ છે.અને આ મૂર્તિ નિજ મંદિરમાં પ્રતિષ્ઠિત થઈ છે. ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જાની ( ભારદ્વાજ ગોત્ર) આચાર્ય (ગૌતમ ગોત્ર)ની કુળદેવી છે.શહેર તથા બહાર વસતા ભક્તજનો માતાજીની બાધા આખડી, દર્શને આવે છે. અન્નપૂર્ણા માતાજીનો પાટોત્સવ મહા- વદ -૭ના રોજ આવે છે. પાટોત્સવ દરમ્યાન માતાજીના સાનિધ્યમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. અન્નપૂર્ણા માતાજીનું વ્રત માગસર સુદ -૬ થી માગસર વદ -૧૧ એમ એકવીસ દિવસ દરમ્યાન ચાલે છે. આ વ્રત દરમ્યાન નિજ મંદિરમાં આનંદનો ગરબો, બહુચર બાવની, અન્નપૂર્ણા એકવીસી, અન્નપૂર્ણા બાવની, અન્નપૂર્ણા છંદ,અન્નપૂર્ણા સ્તોત્ર, અને માતાજીના ગરબાઓથી યજન થાય છે. વ્રતના છેલ્લા દિવસે સવા સો દિવડાની મહાઆરતી થાય છે .પ્રસાદ બ્રહ્મભોજન થાય છે. વેદવાડાના મહાડમાંથી માતાજીની સવારી (વરઘોડો ) નિજ રૂટ મુજબ શહેરમાં ભક્તજનો દર્શનનો લાભ લઇ ઉપકૃત થાય છે. દરવર્ષે ચૈત્ર સુદ ૧થી ૯ સુધી અન્નપૂર્ણા મહિલા મંડળની બહેનો દ્વારા રામાયણનું યજન થાય છે. આસો માસમાં શારદીય નવરાત્રી દરમ્યાન માતાજીના પ્રાંગણમાં માંડવીનું સ્થાપન કરી રોશની ,શણગાર , ગરબા મહોત્સવમાં સમગ્ર મહોલ્લાના આબાલ વૃદ્ધ જોડાય છે. .
ધ્રુવ દવે
સિદ્ધપૂર
સિદ્ધપૂર ખાતે આવેલ અન્નપૂર્ણા માતાજીના પૌરાણિક મંદિર વિશે ભાવિક ભક્તોની અનન્ય શ્રદ્ધા
*અન્નપૂર્ણા માતાજી, વેદવાડાનો મહાડ, સિદ્ધપુર*..
સિદ્ધપુર ખાતે વેદવાડાના મહાડમાં પ્રાચીન અન્નપૂર્ણા માતાજીનું મંદિર આવેલ છે.
કહેવાય છે કે…
વેદવાડાના મહાડમાં જોષી મંગુબેન ચુનીલાલના જુના પુરાણા ઘરમાંથી હાલની મૂર્તિ મળી આવેલ છે.અને આ મૂર્તિ નિજ મંદિરમાં પ્રતિષ્ઠિત થઈ છે.
ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જાની ( ભારદ્વાજ ગોત્ર) આચાર્ય (ગૌતમ ગોત્ર)ની કુળદેવી છે.શહેર તથા બહાર વસતા ભક્તજનો માતાજીની બાધા આખડી, દર્શને આવે છે.
અન્નપૂર્ણા માતાજીનો પાટોત્સવ મહા- વદ -૭ના રોજ આવે છે. પાટોત્સવ દરમ્યાન માતાજીના સાનિધ્યમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.
અન્નપૂર્ણા માતાજીનું વ્રત માગસર સુદ -૬ થી માગસર વદ -૧૧ એમ એકવીસ દિવસ દરમ્યાન ચાલે છે. આ વ્રત દરમ્યાન નિજ મંદિરમાં આનંદનો ગરબો, બહુચર બાવની, અન્નપૂર્ણા એકવીસી, અન્નપૂર્ણા બાવની, અન્નપૂર્ણા છંદ,અન્નપૂર્ણા સ્તોત્ર, અને માતાજીના ગરબાઓથી યજન થાય છે. વ્રતના છેલ્લા દિવસે સવા સો દિવડાની મહાઆરતી થાય છે .પ્રસાદ બ્રહ્મભોજન થાય છે. વેદવાડાના મહાડમાંથી માતાજીની સવારી (વરઘોડો ) નિજ રૂટ મુજબ શહેરમાં ભક્તજનો દર્શનનો લાભ લઇ ઉપકૃત થાય છે.
દરવર્ષે ચૈત્ર સુદ ૧થી ૯ સુધી અન્નપૂર્ણા મહિલા મંડળની બહેનો દ્વારા રામાયણનું યજન થાય છે.
આસો માસમાં શારદીય નવરાત્રી દરમ્યાન માતાજીના પ્રાંગણમાં માંડવીનું સ્થાપન કરી રોશની ,શણગાર , ગરબા મહોત્સવમાં સમગ્ર મહોલ્લાના આબાલ વૃદ્ધ જોડાય છે.