છેલ્લા પાંચ વર્ષથી નિયમિત ચાલતાં આ મંડળમાં આજે આનંદના ગરબા માટે ભાવનગર, અમદાવાદ સહિત ગુજરાતમાંથી આવેલા ચોક્કસ ગણવેશ સાથે આવેલા 56 આનંદ મંડળ દ્વારા ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. નગરની બહેરા મૂંગા શાળાનાં વિદ્યાર્થીઓને રસ રોટલી ભોજન કરાવી ગીફ્ટ કિટ આપવામાં આવી હતી. માતાજીની ચાંદીની પ્રતિમાની શોભાયાત્રા નીકળી હતી. ભક્તિપૂર્ણ આનંદના ગરબા બાદ મહાઆરતી માટે ખાસ દહેગામથી શ્રી પિન્ટુભાઈ જગદીશભાઈ જોશી પધારી અવિસ્મરણીય આરતીનો ભાવપૂર્વક લાભ આપ્યો હતો. આરતી સમયે અમદાવાદથી આવેલા બે આનંદના ગરબા મંડળને પણ લાભ આપીને સહિષ્ણુતાનો પરિચય આયોજકોએ આપ્યો હતો. કાર્યક્રમ પછી સાયં ભોજન લઈને સૌ વિખરાયાં. શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય પાટણનાં પ્રમુખશ્રી ડાૅ. સોમપુરા મંત્રી મહાસુખભાઈ મોદી, ઉપપ્રમુખશ્રી સુનિલભાઈ પાગેદાર તથા સહ ખજાનચીશ્રી અશ્વિનભાઈ નાયક, જયોતીન્દ્ર કા ભટ્ટ સહિત ખૂબજ મોટી સંખ્યામાં માઈભકત ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મંડળનાં પ્રમુખ શ્રીમતી સુભદ્રાબહેન પ્રવીણભાઈ પટેલ , સંયોજક જલ્પાબહેન પોપટલાલ પટેલ , ખજાનચીશ્રી ગીતાબહેન ભરતભાઈ જાની તથા મંડળની પાંત્રીસેક બહેનો સહિત શ્રીમતી હંસાબેન નારણભાઈ પટેલ દંપતીએ ભારે જહેમત ઉઠાવી હતી..