પાટણ જિલ્લા ના ભંગાર સામાન વેચનાર /ખરીદનાર વ્યક્તિએ નિયત માહિતી રજીસ્ટર નિભાવવા તથા ખરીદ/ વેચાણ કરેલ સામાની વિગતો રાખવા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દ્વારા ફરમાન
(માહિતી બ્યુરો,પાટણ) રાજયમાં ગુપ્તચર સંસ્થાઓના વખતો વખત પ્રસિધ્ધ થતા અહેવાલો તથા વર્તમાનમાં અને ભુતકાળમાં બનેલ આતંકવાદી તત્વો દ્વારા વિવિધ જગ્યાઓએ બોમ્બ બ્લાસ્ટ દ્વારા જાનહાની, માલ-મિલકતોને નુકશાન પહોંચાડી ભયનો માહોલ સર્જવાની ઘટનાઓ ઘટેલ છે. આ ઘટનાઓમાં મોટે ભાગે બોમ્બ બ્લાસ્ટ માટે જૂની સાયકલો તેમજ જુના સ્કુટર અને જુની કારો તથા અન્ય જૂના વાહનો તથા તેના સ્પેરપાર્ટસનો ઉપયોગ આ તત્વો દ્વારા કરાતો હોય છે. અને આ પ્રકારની અસામાજિક પ્રવૃતિઓ આચરતા તત્વો મોટે ભાગે રાજય બહારના પર પ્રાંતિય વિસ્તારમાંથી પ્રવેશી ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થઇ આ પ્રકારની પ્રવૃત્તિ આચરતા હોય છે. જેના કારણે જાહેર સલામતી સુરક્ષા તેમજ શાંતિનું વાતાવરણ જોખમાવાના કારણે આમ નાગરિકો તેમજ પ્રજામાં અસુરક્ષાનો માહોલ ફેલાય છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી હોય છે. જેથી આ પ્રકારના તત્વોને નિયંત્રણમાં લેવા સારૂ ભંગારનો સામાન વેચવા અંગે જો જાહેરનામું જાહેર જનતાના હિત માટે બહાર - પાડવામાં આવે અને તેનો અમલ પુરેપુરો કરવામાં આવે તો આતંકવાદી તત્વો દ્વારા આચરવામાં આવતી બોમ્બ બ્લાસ્ટની પ્રવૃત્તિને અંજામ આપતા પહેલા જ અંકુશમાં લઇ શકાય. ઉપરોકત વિગતે જાહેરહિત અને રાજયની સુરક્ષા શાંતિને ધ્યાને લઈ જાહેરનામું બહાર પાડવા સારૂ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ- ૧૬૩ મુજબ જાહેરનામું બહાર પાડવા પોલીસ અઘિક્ષકશ્રી, પાટણની દરખાસ્ત અન્વયે પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે સારુ સાવચેતીનાં પગલાંની આવશ્યકતા રહે છે. જે અંતર્ગત શ્રી અરવિંદ વિજયન (આઇ.એ.એસ), જિલ્લા મેજીસ્ટ્રેટ, પાટણ દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ - ૧૬૩ હેઠળ મળેલ સત્તાની રૂએ સમગ્ર પાટણ જીલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં કોઇપણ જુનો ભંગારનો સામાન વેચનાર વ્યકિતએ તેમજ ખરીદનાર વ્યકિતએ નીચે મુજબના કોલમ વાઇઝની માહીતી અંગેનું રજીસ્ટર નિભાવવા તથા ખરીદ/વેચાણ કરેલ ભંગારના સામાનની વિગતો રાખવા ફરમાન કરવામાં આવે છે. જેમાં ભંગાર લાવનારનું આઇ.ડી. પ્રફુની વિગત, ભંગાર કોની પાસેથી લાવ્યા તેનું નામ, સરનામું, મોબાઈલ નં., ભંગાર લાવ્યા તારીખે, કેવા કેવા પ્રકારનું ભંગાર લાવવામાં આવેલ તેની વિગત, ભંગાર કોને વેચવામાં આવ્યું તેનું નામ, સરનામું, મોબાઇલ નંબર અને ભંગાર કઇ તારીખે વેચવામાં આવ્યો તેની નોંધ રજિસ્ટરમાં રાખવા આદેશ કરવામાં આવે છે. આ હુકમ તા.૩૦/૧૨/૨૦૨૪ થી તા.૨૪/૦૨/૨૦૨૫ (બંને દિવસો સુધ્ધાંત) સુધી અમલમાં રહેશે. આ હુકમ અન્વયે પાટણ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડકોન્સ્ટેબલ કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવતા તમામ પોલિસ અધિકારીઓશ્રી આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતા કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે.
*ભંગારનો સામાન વેચનાર/ ખરીદનાર વ્યકિતએ નિયત માહિતી રજીસ્ટર નિભાવવા તથા ખરીદ/વેચાણ કરેલ સામાનની વિગતો રાખવા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ફરમાન*
(માહિતી બ્યુરો,પાટણ)
રાજયમાં ગુપ્તચર સંસ્થાઓના વખતો વખત પ્રસિધ્ધ થતા અહેવાલો તથા વર્તમાનમાં અને ભુતકાળમાં બનેલ આતંકવાદી તત્વો દ્વારા વિવિધ જગ્યાઓએ બોમ્બ બ્લાસ્ટ દ્વારા જાનહાની, માલ-મિલકતોને નુકશાન પહોંચાડી ભયનો માહોલ સર્જવાની ઘટનાઓ ઘટેલ છે. આ ઘટનાઓમાં મોટે ભાગે બોમ્બ બ્લાસ્ટ માટે જૂની સાયકલો તેમજ જુના સ્કુટર અને જુની કારો તથા અન્ય જૂના વાહનો તથા તેના સ્પેરપાર્ટસનો ઉપયોગ આ તત્વો દ્વારા કરાતો હોય છે. અને આ પ્રકારની અસામાજિક પ્રવૃતિઓ આચરતા તત્વો મોટે ભાગે રાજય બહારના પર પ્રાંતિય વિસ્તારમાંથી પ્રવેશી ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થઇ આ પ્રકારની પ્રવૃત્તિ આચરતા હોય છે.
જેના કારણે જાહેર સલામતી સુરક્ષા તેમજ શાંતિનું વાતાવરણ જોખમાવાના કારણે આમ નાગરિકો તેમજ પ્રજામાં અસુરક્ષાનો માહોલ ફેલાય છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી હોય છે. જેથી આ પ્રકારના તત્વોને નિયંત્રણમાં લેવા સારૂ ભંગારનો સામાન વેચવા અંગે જો જાહેરનામું જાહેર જનતાના હિત માટે બહાર – પાડવામાં આવે અને તેનો અમલ પુરેપુરો કરવામાં આવે તો આતંકવાદી તત્વો દ્વારા આચરવામાં આવતી બોમ્બ બ્લાસ્ટની પ્રવૃત્તિને અંજામ આપતા પહેલા જ અંકુશમાં લઇ શકાય.
ઉપરોકત વિગતે જાહેરહિત અને રાજયની સુરક્ષા શાંતિને ધ્યાને લઈ જાહેરનામું બહાર પાડવા સારૂ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ- ૧૬૩ મુજબ જાહેરનામું બહાર પાડવા પોલીસ અઘિક્ષકશ્રી, પાટણની દરખાસ્ત અન્વયે પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે સારુ સાવચેતીનાં પગલાંની આવશ્યકતા રહે છે.
જે અંતર્ગત શ્રી અરવિંદ વિજયન (આઇ.એ.એસ), જિલ્લા મેજીસ્ટ્રેટ, પાટણ દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ – ૧૬૩ હેઠળ મળેલ સત્તાની રૂએ સમગ્ર પાટણ જીલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં કોઇપણ જુનો ભંગારનો સામાન વેચનાર વ્યકિતએ તેમજ ખરીદનાર વ્યકિતએ નીચે મુજબના કોલમ વાઇઝની માહીતી અંગેનું રજીસ્ટર નિભાવવા તથા ખરીદ/વેચાણ કરેલ ભંગારના સામાનની વિગતો રાખવા ફરમાન કરવામાં આવે છે.
જેમાં ભંગાર લાવનારનું આઇ.ડી. પ્રફુની વિગત, ભંગાર કોની પાસેથી લાવ્યા તેનું નામ, સરનામું, મોબાઈલ નં., ભંગાર લાવ્યા તારીખે, કેવા કેવા પ્રકારનું ભંગાર લાવવામાં આવેલ તેની વિગત,
ભંગાર કોને વેચવામાં આવ્યું તેનું નામ, સરનામું, મોબાઇલ નંબર અને ભંગાર કઇ તારીખે વેચવામાં આવ્યો તેની નોંધ રજિસ્ટરમાં રાખવા આદેશ કરવામાં આવે છે.
આ હુકમ તા.૩૦/૧૨/૨૦૨૪ થી તા.૨૪/૦૨/૨૦૨૫ (બંને દિવસો સુધ્ધાંત) સુધી અમલમાં રહેશે.
આ હુકમ અન્વયે પાટણ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડકોન્સ્ટેબલ કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવતા તમામ પોલિસ અધિકારીઓશ્રી આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતા કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે.