પાટણ જિલ્લાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી તૈયાર થયેલા અનાજ તેમજ ફળફળાદી વિવિધ જણસીનું ખેડૂતો એ પોતાના પોષણક્ષમ ભાવો પ્રમાણે પાટણ ગુંગડી તળાવ પાસે પોતાના વિવિધ સ્ટોલ લગાવીને વેચાણ કર્યું
આત્મા યોજના પાટણ જિલ્લા દ્વારા રાજ્યપાલશ્રી નાં અભિગમ ને સાર્થક કરવા માટે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ને તૈયાર કરી ને ખેડૂતો ને વેપાર વ્યવસ્થા મળી રહે તે માટે નું આયોજન કરેલ,આત્મા યોજના થકી ઝેર મુક્ત ખેત પેદાશો નાં સ્ટોલ કરેલ જેના જિલ્લાના દસ થી વધુ ખેડૂતો પોતાનો ખેત પેદાશો લઈ ને વેચાણ અર્થે આવેલ રાસાયણિક ખાતર દવા વગર નું શુદ્ધ પ્રાકૃતિક પાટણ જિલ્લાનાં લોકો ને આહાર મળી રહે તે હેતુ થી આ વેચાણ કેન્દ્ર નું આયોજન કરવામાં આવેલ જેમાં લોકો એ સારો પ્રતિસાદ આપ્યો અને ખેડૂત પાસે થી સીધું ખરીદી કરી ને ખેડૂતો ને પોષણ ક્ષમ ભાવ મેળવ્યા હતા.ખેડૂતો નું કહેવું હતું કે જો પાકૃતિક વેચાણ અર્થે જગ્યા ફાળવવા માં આવે તંત્ર દ્વારા થી તો દરરોજ પાટણ જિલ્લા નાં અલગ અલગ તાલુકાના ખેડૂતો આવી ને પોતાની ખેત પેદાશો અને મૂલ્ય વર્ધન કરેલ ખેત પેદાશો નું વેચાણ કરી શકે અને સરકાર શ્રી હેતુ ને પાર પાડી શકાય અને રાષ્ટ્ર નાં નાગરિકો ને સીધું ખેડૂત નાં ખેતર નું અનાજ કઠોળ શાકભાજી ફળળાદી મળી રહે તેમજ મરી મસાલા ગાય નાં ગોબર માંથી બનેલ બનાવટ ઘી વિગેરે જિલ્લા નાં નાગરિકો ને સીધું કોઈ વચેટિયા વગર મળે જેથી ખેડૂત ને પોષણ ક્ષમ ભાવ મળી રહે અને લોકો શુદ્ધ પ્રાકૃતિક આહાર મળે જેથી લોકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે શરીર નિરોગી બની રહે.આ અભિગમ ને પૂરો પાડવા પાટણ જિલ્લાનાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તત્પર છે.