હારીજ હોલસેલ મેઇન બજારમાં શાકભાજી ની લારીઓનો અડિંગો ટ્રાફિક સમસ્યા તેમજ વેપારીઓ પરેશાન
હારીજ મેન બજાર હોલસેલ બજારમા શાકભાજીની લારીઓ તેમજ પાથરણા વાળાને લઈ ટ્રાફિક સમસ્યા સર્જાવા પામે છે જ્યારે વેપારીઓને પોતાને પોતાના માલ માલ વાહનોમાં ભરવામાં પણ ભારે તકલીફ સહન કરવી પડેછે ટ્રાફિક સમસ્યા ઉદભવે છે તેમજ આ વિસ્તારમાં આશરે પાંચ જેટલી સરકારી બેંકો તેમજ પ્રાઇવેટ બેંકો આવેલી છે જેમાં મોટી સંખ્યામાં બેંકોના ગ્રાહકોની અવરજવર રહેશે તેમ જ વેપારીઓની પણ લેવડદેવડ આ બેંકો માં થતી હોય ત્યારે આ લારીઓ ઉપર અસામાજિક લોકો કે ચોરો રકી કરતા હોવાનો ભય વેપારીઓને રહે છે તેમજ સરકારી કામોની બેંકોની લેવડદેવડ કામકાજે આવતા હોય છે તેમજ વિવિધ સરકારીમંડળીઓ ની લેવડદેવડ આ બેન્કોમાં સંચાલકોને દ્વારા કરવામાં આવે છે ત્યારે ચોરી થવાનો ડર રહે છે ઘણી વખત આ બેંકમાં કે બેંકની બહારથી નીકળતા વેપારીઓ તેમજ બેંક ગ્રાહકોની પાકીટ ચોરી થયા ના કિસ્સા બનેલા છે જેને લઇ બજારના જાગૃત વેપારી દ્વારા મામલતદાર શ્રી ને સ્વાગત કાર્યક્રમમાં તેમજ મામલતદાર શ્રી ને લેખિત અરજી કરીને આ શાકભાજીની લારીઓ અન્ય જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવે તેવી લેખિત અરજી કરવામાં આવી છે