ગુજરાતપાટણ

શંખેશ્વર તાલુકાના મુજપુર થી રૂની પાટીયા સુધીના રોડ ઉપર ખાડા સામ્રાજ્ય વાહન ચાલકો પરેશાન

હારીજ થી શંખેશ્વર જતો રોડ મુજપુર થી રૂની ગામ સુધી બિસ્માર હાલતમાં... ખરાબ રસ્તાને લઈ જાગૃત વ્યક્તિ પુષ્પકભાઈ ખત્રીએ લખ્યો મુખ્યમંત્રી ને પત્ર હારીજ નગર વિકાસ કમિટીના સભ્ય પુષ્પકભાઈ ખત્રી દ્વારા હારીજ શંખેશ્વર રોડ જેમાં મુજપુરથી રૂની ગામ ના પાટિયા સુધી રોડની હાલત ખૂબ જ ખરાબ છે તેને રિફ્રેશિંગ કરી નવીન બનાવવા માટે મુખ્યમંત્રી ને રજૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં જૈન તીર્થધામો માંનું શંખેશ્વર એક મોટું જૈન તીર્થ ધામ છે ત્યાં ઘણા દૂર દૂરથી ભક્તો આવતા હોય છે ત્યારે શંખેશ્વર થી વાયા મુજપુર થી હારીજ જતા રોડ ઉપર ઘણા લાંબા સમયથી રૂની ગામથી મુજપુર સુધી રસ્તો બહુ ખાડા અને કફોડી હાલાતમાં હોય અતિશય ખાડા અકસ્માતને પણ નોતરી રહ્યા છે અને વાહન ચાલકોને અતિશય મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે લોકમાં માગ ઉઠી છે કે સત્વરે રસ્તાનું સમારકામ કરવામાં આવે અને નવો રસ્તો બનાવવામાં આવે સાથે લોહેશ્વર ગામે લોહેશ્વર મહાદેવનું મંદિર પણ હિન્દુ ધર્મનું એક મોટું મંદિર હોય ત્યાં દર્શન અર્થ આવતા ભક્તો શંખેશ્વર થી મુજપુર સુધી તે રસ્તાનો ઉપયોગ કરતા હોય છે તેથી આ રસ્તાનો સમારકામ કરવું બહુ અતિશય જરૂરી હોય જલ્દીથી જલ્દી સમારકામ થાય તેવી લોકો આશા અને અપેક્ષા રાખી રહ્યા છે. નરેશ ઠાકર પાટણ હારીજ

https://youtu.be/5RcltiXzolo?si=_G95JXxV8gCuXhTe

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!