સ્વ પ્રવીણચંદ્ર મોરારજીભાઈ ઠક્કર( પૂર્વ પ્રમુખ શ્રી હારીજ કેળવણી મંડળ પ્રમુખ) ની પાંચમી પુણ્યતિથિ એ શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવવામાં આવ્યું
આજરોજ તારીખ:- ૫/૪/૨૦૨૫ ને શનિવાર ના રોજ સ્વ. પ્રવિણચંદ્ર મોરારજીભાઇ ઠક્કર ( પૂર્વ પ્રમુખશ્રી શ્રી હારીજ કેળવણી મંડળ,હારીજ) ની પાંચમી પૂણ્યતિથિ નિમિત્તે શ્રી હારીજ કેળવણી મંડળ , હારીજ સંચાલિત શ્રી વસંત બાલમંદિર , શ્રી આદર્શ વિદ્યામંદિર , માતૃશ્રી કે.બી.જે.ઝવેરી પ્રાથમિક શાળા અને શ્રીમતી આર.ડી.એ. ઠક્કર અને શ્રીમતી એસ.એન.ડી. ઠક્કર વિદ્યામંદિર , હારીજ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સ્વરૂચી ભોજન (તિથિભોજન) આપવાનો સુનિર્ણય પરિવાર તરફથી કરવામાં આવ્યો શાળાના બાળકોને વાનગીમાં દેવડા , ખમણ તથા પુલાવ,પુરી શાક આપવામાં આવેલ. તમામ શાળાના લગભગ- ૮૫૦ જેટલા બાળકોએ હોંશભેર તેનો લાભ લીધો. ભોજન સમયે બાળકોના ચહેરા પરનો આનંદ કંઇક અનેરો હતો. ભગવાનના સીધા પ્રતિનિધિ એવા બાળકોને હસમુખભાઈ એમ.ઠક્કર,મીનાક્ષીબેન,શનિભાઈ પરિવાર તરફથી મળેલ ભોજન એ ઉમદા કાર્ય છે. દાતાશ્રી દ્વારા શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સુરૂચી ભોજન આપવા બદલ શાળા પરિવાર વતી તેમજ શ્રી હારીજ કેળવણી મંડળ ,હારીજ વતી આપનો તથા આપના પરિવારનો આભાર માની અમે આપશ્રીના ઉમદા કાર્યનું ઋણ સ્વિકારીએ છીએ . પરિવારજનો શાળાના આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકો એ આભાર માન્યો