રેશનકાર્ડ, આવકનો દાખલો, આધારકાર્ડ, યુ.જી.વી.સી.એલ લગતા પ્રશ્નો, જન્મ મરણના દાખલા, આયુષ્યમાન કાર્ડ, આરોગ્ય વિભાગને લગતી કામગીરી, વિધવા પેન્શન યોજના જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ* પાટણ તાલુકાના કુણઘેર ગામે વીસા ઝારોડા વણિક સાર્વજનિક હાઇસ્કુલ ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં આજુબાજુના ૨૦ ગામોના લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં સરકારની વિવિધ યોજનાનો લાભ મેળવવા માંગતા અરજદારોની મોટી સંખ્યામાં અરજીઓ આવી હતી. જેનો સંબધિત વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. પાટણ જિલ્લામાં શરૂ થયેલા સેવા સેતુ કાર્યક્રમના બીજા તબક્કામાં પાટણ તાલુકાના કુણઘેર ગામે સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા મોટી સંખ્યામાં નાગરિકો ઉમટ્યા હતા. જેમાં રેશનકાર્ડ, આવકનો દાખલો, આધારકાર્ડ, યુ.જી.વી.સી.એલ લગતા પ્રશ્નો, જન્મ મરણના દાખલા, આયુષ્યમાન કાર્ડ, આરોગ્ય વિભાગને લગતી કામગીરી, વિધવા પેન્શન યોજના જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલી હતી. આજુબાજુના વીસ ગામોના અરજદારોએ કરેલ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. અરજદારોએ સેવા સેતુ કાર્યક્રમને લોક ઉપયોગી ગણાવી સરકારના લોકાભિમુખ અને સંવેદનશીલ અભિગમની પ્રશંસા કરી હતી.