હારીજ શહેરમાં ભૂગર્ભ ગટર ફેસ ટુ નીકામગીરી ને લઈ હારીજ નગર વિકાસ કમિટી દ્વારા આરટીઆઇ કરાઈ
શહેરમાં ગટરને લઈ શહેરમાં ઠેર ઠેર તેમજ જાહેરમાર્ગો ઉપરના ગટરના ગંદા પાણી ઉભરાવા જેને લઇગંદકીના કારણે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે પાલિકા દ્વારા નવીન ફેસ ટુ ભૂગભ ગટરની કામગીરી સોમનાથનગર માંથી શરૂ કરાતા જે કામગીરી યોગ્ય રીતે થતી ન હોઇ ફરી શહેરનીભૂગર્ભ ગટરની સમસ્યા જેની તે સ્થિતિમાં રહેવા પામશે તેવી ભીતિ ને લઈ હારીજ નગર વિકાસ કમિટી દ્વારા આરટીઆઈ કરાઈ પાલિકા દ્વારા જો યોગ્ય માહિતી આપવામાં નહીં આવે તો સીએમને તેમજ નગર નિયામકને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારાઈ