હારીજ તાલુકાના ગામડાઓમાં ગંદકી કચરાને લઈ સફાઈ કામ કરવા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ
હારીજ તાલુકાના ગામડાઓમાં જાહેર માર્ગો ઉપર તેમજ ગામડાની નજીક ના વિસ્તારોમાં ઠેર ગંદકીના ઢગલાઓ જોવા મળતા હારીજ તાલુકાના તંબોડિયા બેઠકના સદસ્ય તેમજ માજી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા હારીજ તાલુકા વિકાસ અધિકારીને ગામડાઓમાં ગંદકીની સફાઈ કામગીરી હાથ ધરવા લેખિત રજૂઆત કરાઈ જેમાં જિલ્લા વિકાસ અધિકારી ને ગામડાઓની રૂબરૂ મુલાકાત લઈને સફાઈ અભિયાન કામગીરી હાથ ધરવામાં આવે જેવી લેખિત રજૂઆતો કરવામાં આવી