હારીજ તાલુકાના રાવિન્દ્રા ગામના બે યુવાનો અગ્નિવીર ની તાલીમ પૂર્ણ કરી ને વતન આવી પહોંચતા ગ્રામજનો તેમજ રાષ્ટ્ર સ્વયં સેવકસંઘ દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો
હારીજ તાલુકાના રાવીદ્રા ગામના બે યુવાનો અગ્નિ વીરની તાલીમ પૂર્ણ કરીને માદરે વતન આવી પહોંચતા ગ્રામજનો તેમજ રાષ્ટ્રીય સેવક સંઘ દ્વારા સામૈયુ કરવામાં આવ્યું હતું સમસ્ત ગ્રામજનો દ્વારા તેમજ રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ દ્વારા બંને ફોજી યુવાનોને ભારતમાતાનો ફોટો તેમજ ફૂલહાર થી સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું ગામના બે યુવાનો ઠાકોર નિલેશજી રમેશજી તેમજ પરમાર વિજયપાલ નરેશભાઈ અગ્નિ વીર ની પરીક્ષા પાસ કરીને અગ્નિવિરની તાલીમ પૂર્ણ કરીને માદરે વતન આવી પહોંચતા ગ્રામજનોમાં હર્ષ અને ખુશીની લાગણી ની લહેર જોવા મળી હતી બંને ફોજી યુવાનો દ્વારા દેશ માટે રાષ્ટ્ર ભાવ રાખીને દેશની સેવા તેમજ જનસેવા કરીને ગામનું નામ રોશન કરશું તેમ જણાવ્યું હતું આ સન્માન કાર્યક્રમમાં ગામના તેમજ આજુબાજુના ગામોમાંથી મહેમાનો વડીલો મિત્રો સંખ્યામાં હાજર રહ્યા હતા ઠાકોર લીલાજી જિલ્લા ડેલીગેટ નાનજીભાઈ પરમાર પટેલ જુના માકા તેમજ નામી અનામી સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા