વઢીયાર લોહાણા મહાજન ના સંસ્થાપક શ્રી વશરામભાઈ ખેંગારભાઈ ઠક્કર નું અવસાન થતાં તેમના પરિવાર દ્વારા તેમનું દેહદાન તેમજ ચક્ષુદાન કરાયું
લોલાડા ગામના પૂર્વ સરપંચ શ્રી વશરામભાઈ ખેગારભાઈ ઠક્કર વઢિયાર લોહાણા મહાજન માટે અને સામાજિક પ્રવૃત્તિઓ કરીછે, વઢિયાર લોહાણા મહાજન ની સ્થાપના અને કાર્ય રચના માં તેમનો અનન્ય રહ્યો છે. તેઓશ્રી પોતાના બિઝનેસ ની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિઓ અને રાજકીય પ્રવૃત્તિઓ કરતા રહ્યા, અને સમી તાલુકાના ગ્રામ્ય પ્રશ્નો અને સમસ્યાઓ ની રજૂઆત સરકાર સમક્ષ કરીને ગામના રોડ રસ્તા તેમજ પીવાના પાણીની અને સિંચાઇ ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. લોલાડા અને આજુબાજુના ગામના વિસતારો ની સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને લોકો ની સમસ્યાનો રજૂઆત સરકાર સમક્ષ કરીને સમી તાલુકાના પ્રાણ પ્રશ્ન ઉકેલવા પ્રયાસ કરવામાં આવ્યા હતાં. તેઓ ઉત્તર ગુજરાત નાં સમૂહ લગ્ન સમિતિ માં સદા કાયૅરત રહ્યા હતા. લોલાડા ખાતે પણ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું.સમી કોંગ્રેસ ના પક્ષના મહામંત્રી તરીકે સેવા આપી હતી.લોલાડા ના સરપંચ પદે સેવા આપી હતી,સમી માર્કેટ યાર્ડ વાઈસ ચેરમેન પદે સેવા આપી હતી.લોલાડા માધ્યમિક કેળવણી મંડળ ના પ્રમુખ તરીકે ધણા વર્ષો સુધી સેવા આપતા રહ્યા હતા. ભારત વિકાસ પરિષદ હારીજ ના તેઓ સાતમાં દેહ દાતા તેમજ 208 માં ચક્ષુદાતા છે ભારત વિકાસ પરિષદ હારીજ તેમના પરિવારજનોનો હૃદય પૂર્વક આભાર માને છે