હારીજ ખેમાસર વિસ્તારના રહેશો દ્વારા પાણી ન આવતું હોવાની રાવ સાથે રહીશો નગરપાલિકાની કચેરીએ પહોંચ્યા
ખેમાસર વિસ્તારમાં કેટલાય સમયથી પીવાના અને વાપરવાના પાણી કેટલાય સમયથી રાડ ઉઠવા પામી છે. જેને લઈ આજે ખેમસર વિસ્તારમાંથી નાના બાળકો, યુવાનો, વૃદ્ધો અને મહિલાઓએ નગરપાલિકાએ આક્રોશ સાથે રજૂઆત કરી હતી. જેના પગલે નગરપાલિકા દ્વારા કહેવામાં આવેલ છે કે પાણી ઘણું છોડવામાં આવે છે. તો વિસ્તારના લોકોને કહેવું છે કે પાણી છોડવામાં આવે છે તો પાણી જાય છે ક્યાં જેની તપાસ કરાવી જોઈએ. જ્યાં પાણી લીકેજ થતું હોય એ લીકેજ બંધ કરાવવા જોઈએ, અને ભૂતિયા કનેક્શનનો કાપી નાખવા જોઈએ. એવી માંગ સાથે ખેમાસાર વિસ્તારના લોકો એ નગરપાલિકાને રજૂઆત કરી.