પાટણ ખાતે એપીએમસી હોલમાં ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા સંવિધાન ગૌરવ અભિયાન કાર્યક્રમ યોજાયો
ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લો સંવિધાન ગૌરવ અભિયાન પ્રબુદ્ધ નાગરિક સંમેલન સંવિધાન આપણું ગૌરવ સંવિધાન આપણું અભિમાન ભારતનું બંધારણ 75 વર્ષની ગૌરવશાળી યાત્રા પૂર્ણ કરી રહ્યું છે. નાગરિકોમાં બંધારણ પ્રત્યે જાગૃતિ ફેલાય તે હેતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રવ્યાપી સંવિધાન ગૌરવ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજરોજ પાટણ જિલ્લા દ્વારા "સંવિધાન ગૌરવ અભિયાન" અંતર્ગત આયોજિત "પ્રબુદ્ધ નાગરિક સંવાદ" કાર્યક્રમમાં મુખ્ય વક્તા અને પ્રદેશ ભાજપાના સહ પ્રવક્તા ડૉ ઋત્વિજભાઈ પટેલ દ્વારા મંડળના પદાધિકારીઓ, તમામ મોરચાના પદાધિકારીઓ, સક્રિય સભ્યો તેમજ પ્રબુદ્ધ નાગરીકો સાથે વિવિધ વિષયો અંગે સંબોધન કર્યું... આ પ્રસંગે પ્રદેશ ઉપ-પ્રમુખ શ્રી નંદાજી ઠાકોર, પાટણ જિલ્લાના પ્રમુખ ડૉ. દશરથજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, પૂર્વ પ્રમુખ શ્રી મોહનભાઈ પટેલ, પાટણ APMC ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલ, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી વશરામભાઈ સોલંકી, કાર્યક્રમના ઇન્ચાર્જ શ્રી દિલીપભાઈ જોષી, પાટણ જિલ્લાના મહામંત્રી ભાવેશભાઈ પટેલ. પાટણ જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ વિવેકભાઈ પટેલ. પાટણ જિલ્લો શહેર અને ના તમામ તાલુકાના પદ અધિકારી ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા. અહેવાલ મુકેશજી ઠાકોર