17 ફેબ્રુઆરી 2025 તારીખ 16 ફેબ્રુઆરી 2025 ને રવિવારના રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા) દ્વારા આગામી 15 16 17 માર્ચ 2025 ના રોજ યોજાનાર મેઘા બ્રાહ્મણ બિઝનેસ સમિટ -4 ને સફળ બનાવવા તથા તે અંગે વિસ્તૃત ચર્ચા વિસ્તૃત ચર્ચા વિચારણા કરવા તેમજ સંસ્થાના પ્રતિનિધિઓ ના સૂચનો સ્વીકારવા માટે તેમજ આગામી સમિટ ના આયોજનની વિવિધ જવાબદારીઓ સોંપવા માટે નારણપુર સ્થિત GSC BANK ના હોલમાં યોજવામાં આવેલ
ભગવાન શ્રી પરશુરામ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠક ની શરૂઆત માં મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સંસ્થાના મુખ્ય સંગઠક શ્રી અતુલભાઇ દીક્ષિત દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે સંસ્થા ના ગુજરાત ના અધ્યક્ષ શ્રી ભરતભાઈ રાવલ દ્વારા સમિટ - ૪ ને સફળ બનાવવા અંગે માર્ગદર્શન આપવા માં આવ્યું હતું સંસ્થા ના મુખ્ય કન્વીનર શ્રી ડો.યજ્ઞેશ દવે દ્વાર સમિટ - ૪ અંગે ની વિસ્તૃત જાણકારી આપી જવાબદારીઓ વહન કરવા બ્રહ્મ પ્રતિનિધિઓને આહવાન કર્યું હતું. તેમજ બ્રહ્મ સમાજ ના દરેક વ્યક્તિ આ સમિટ માં સહભાગી બની સમાજના કાર્યક્રમને ઉજ્વળ બનાવવા પ્રયત્ન કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. સંસ્થા મહા મંત્રી ડો.અશ્વિન ભાઈ ત્રિવેદી દ્વારા ગત વર્ષો માં યોજાયેલા કાર્યક્રમો અંગે ની માહિતી આપી હતી તેમજ સાથી મિત્રોને સમયનું યોગદાન આપવા માટે અપીલ કરી હતી. સંસ્થાના ખજાનચી શ્રી રાજુભાઈ ઠાકર દ્વારા કન્વીનર શ્રી યજ્ઞેશ દવે તેમજ તેમની ટીમને તન મન ધનથી સહકાર આપવામાં આવશે તેવી હિંમત અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. અને આગામી કાર્યક્રમ સફળ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ બેઠક માં પધારેલા વિવિધ જિલ્લાઓમાંથી પધારેલા મહાનુભાવો દ્વારા દ્વારા તેમજ ઉપસ્થિત પ્રતિનિધિઓ દ્વારા સલાહ સૂચન આપવામાં આવ્યા હતા. આ સાથે ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા માટે ખંતપૂર્વક મહેનત કરવામાં આવશે તેવી સંસ્થાના મુખ્ય કન્વીનર શ્રી,અધ્યક્ષ શ્રી તેમાં સમગ્ર ટીમને હર હર મહાદેવના નારા સાથે બાંહેધરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શ્રી આશિષ ભાઈ મહેતા દ્વારા કરવા માં આવ્યું હતું. અને તેમના દ્વાર ગુજરાત ના 20 જિલ્લાઓ માં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા ચાલતા નિઃશુલ્ક કાનૂની માર્ગદર્શન - સહાય કેન્દ્રો અંગે ની વિસ્તૃત માહિતી આપવા માં આવી હતી. કાર્યક્રમ ના અંતે સંસ્થા મીડિયા પ્રવકતા દિનેશ રાવલ દ્વારા પધારેલ મહાનુભાવો સંસ્થા ના પદાધિકારીઓ કોર્પોરેટર શ્રી ઓ તેમજ બેંકના કર્મચારી ગણ નો શાબ્દિક આભાર વ્યક્ત કર્યો હતો આ સાથે તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાંથી બ્રહ્મ યુવાનો સ્વયંભૂ આ ભગીરથ કાર્યમાં જોડાશે તેવી આશા વ્યક્ત કરી હતી. દિનેશ રાવલ પ્રવક્તા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા