આગામી 100 કલાકમાં રાજ્યમાં અસામાજીક તત્વો ની યાદી તૈયાર કરવા D.G.P નો આદેશ
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે આગામી 100 કલાકમાં રાજ્યભરમાં અસામાજિક અને ગુનાહિત તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો હોવાની માહિતી મળી રહી છે. • તમામ પોલીસ કમિશનરો, રેન્જ વડાઓ અને જિલ્લા પોલીસ અધિક્ષકો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા તાકીદની બેઠક યોજાઈ • ખંડણી, ધમકીઓ, મિલકતના ગુનાઓ, ગેરકાયદેસર દારૂ અને જુગારની કામગીરી, ખનીજ ચોરી અને લોકોમાં ભય ફેલાવનારા ગુનાઓમાં સંડોવાયેલા રીઢો ગુનેગારોનો સમાવેશ કરવા યાદી • ગેરકાયદેસર બાંધકામો, વીજળી જોડાણો અને નાણાકીય વ્યવહારોની તપાસ સહિત કડક કાર્યવાહી કરવામાં આવશે - PASA અને હકાલપટ્ટીના આદેશો જેવા નિવારક પગલાં લાગુ કરવા માટે નિર્દેશો જારી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.